વીમો એટલે શું?
આપણે તે શા માટે લેવો જોઇએ?
આ એવા સવાલો છે કે જે અંગે મોટાભાગના લોકો ખોટી માન્યતામાં રાચતા હોય છે. પૂછો તો એવો જ જવાબ મળે છે કે તેમણે એલઆઈસી, યુલપિ, એન્ડોમેન્ટ પોલિસી, મની બેક પોલિસીમાં રોકાણ કરી રાખ્યું છે. છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન આપણે જીવનવીમો તો ખરીદતાં થયા છીએ પરંતુ તેનું મહત્વ નથી સમજી શકયા. મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરબચતનાં સાધન કે રોકાણનાં સાધન તરીકે જ કરે છે.
વીમાના પ્રકાર :-
વીમાને સામાન્ય રીતે જીવંત અને નિર્જીવ વસ્તુઓ અનુસાર બે ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં Life Insurance એટલે જીવન વીમો જીવંત વ્યક્તિઓ માટે અને General Insurance એટલે સામાન્ય વીમો નિર્જીવ વસ્તુઓ માટે.
વીમો એટલે શું?
આ વીમાધારક અને વીમા કંપની વચ્ચે થયેલો કરાર છે કે જેમાં વીમા કંપની વીમાધારકને તેના નાણાકીય જોખમો સામે સુરક્ષા આપવાનું વચન આપે છે. આ જોખમ વાહન, પ્રોપર્ટી વગેરેનું પણ હોઈ શકે છે. તમે તમારું જોખમ પ્રભાવી રીતે કંપનીને આપો છો તેના બદલે કંપની તમારી પાસેથી થોડી રકમની વસૂલાત કરે છે જેને ઇન્સ્યોરન્સ પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે.
જરૂરિયાત શું છે? : આપણા જીવનમાં અનેક લક્ષ્યો નક્કી કરીએ છીએ. પરિવાર, વેપાર, શિક્ષણ, લગ્ન વગેરે જેવી જવાબદારીઓ ઉઠાવવી પડે છે. આવી સ્થિતિમાં પરિવારના મોભીને થવા કાળ કંઇક થઈ જાય તો તેની તમામ જવાબદારીઓ અધૂરી રહી જાય છે. વીમો આ પ્રકારની અણધારી ઘટનાઓ સામે તમારા પરિવારનું રક્ષણ કરે છે. તે વીમાધારકનાં મૃત્યુ બાદ તેના પરિવારને નાણાકીય સુરક્ષા આપે છે. જો તમે ખોટો વીમો ખરીદી લો તો તે તમારા પરિવાર માટે અપૂરતો સાબિત થઈ શકે છે. તેના કારણે પણ તમારા લક્ષ્યો અને જવાબદારીઓ અધૂરી રહી શકે છે.
રોકાણ અને વીમાને અલગ રાખો : ઘણા લોકો જીવનવીમાને રોકાણ સમજે છે. તેથી તેઓ એન્ડોમેન્ટ, મની બેક કે યુલપિ જેવી મોંઘી પ્રોડકટ ખરીદી લે છે. તેમાં ફાયદો વીમા કંપની અને તેના એજન્ટને થાય છે અને તેને વધારે કમશિન મળે છે. જો વીમો ખરીદવા માટે એજન્ટ પાસે જાવ તો તે અમુક પ્રોડકટ ખરીદવા ઉપર જોર આપે છે. તમારા માટે ફાયદાકારક શુદ્ધ પોલિસી અંગે તે તમને વાત નહીં કરે અને તમે વીમો ખરીદો ત્યારે તમારે તમારી જાતને બે સવાલ પૂછવા જોઇએ કે હું આ વીમો શા માટે ખરીદી રહ્યો છું? બીજો કે હું કઈ પ્રોડકટ ખરીદી રહ્યો છું? આ બે સવાલ પૂછશો તો મોંઘી વીમા પ્રોડકટ ખરીદવામાંથી બચી જશો- જીવનવીમાનું મૂલ્ય સમજી જશો.
વીમાનું મહત્વ : સૌથી ઊંચી ઇમારત ‘બુર્જ’ કે જે દુબઈમાં આવેલી છે. આશરે ૨૭૨૨ ફૂટ ઊંચી ઇમારત બનાવવા માટે જમીનની ૧૦૫૦ ફૂટ નીચે તેનો પાયો ખોદવામાં આવ્યો છે. એવી જ ઊંચી ઇમારત બનાવવા માટે તેના પાયા પાછળ વધારે ખર્ચ કરવો પડે છે પણ આ પાયાને તમે કયારેય જોઇ નથી શકતા કે જેની ઉપર આખી ઇમારત ઊભી હોય છે. આવી જ રીતે એક શુદ્ધ જીવનવીમો તમારા પરિવારને સુરક્ષા આપવાનું કામ કરે છે. માટે વીમા પાછળ કરવામાં આવેલો ખર્ચ ખરેખર ઉપયોગી સાબિત થાય છે.-લેખક સિર્ટફાઇડ ફાયનાિન્સયલ પ્લાનર અને ધ ફાયનાિન્સયલ પ્લાનર્સ ગિલ્ડ ઇન્ડિયાના સભ્ય છે.
વીમો કેવી રીતે લેવો ?
વીમો લેવાની ઘણી રીતો છે, જેમ કે સંબંઘિત વીમા કંપનીના વીમા એજન્ટ પાસેથી વીમો મેળવવો, વીમા કંપનીમાં જાતે જઈને વીમો મેળવવો, વીમા કંપનીની વેબસાઈટ પરથી ઓનલાઈન ઈન્સ્યોરન્સ મેળવવો, ઓનલાઈન બ્રોકરની વેબસાઈટ પર નોંધણી કરીને વીમો મેળવવો વગેરે
આ૫ણે જરૂરી ૫ડયે આ બધી રીતે કરવામાં આવેલી વીમા પૉલિસીનો કલેમ (દાવો) કરી શકીએ છીએ એટલે કે તમે જે વીમા પૉલિસી માટે વીમો લીધો છે તેનાથી સંબંધિત કોઈ નુકસાન થયુ હોય તો, વીમા કંપની પાસે વીમાના બદલામાં મળતી રકમની માંગ કરી શકો છો.
વીમાના ફાયદા :-
આજે દરેક માનવી પોતાના અને પોતાના પ્રિયજનોના જીવનને સુરક્ષિત રાખવા માટે વીમો લે છે, જીવન વીમા પોલિસી એક રક્ષણ પૂરું પાડે છે, વીમો લેવો એ બચત કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને તમે કોઈપણ સંજોગોમાં તમારી વીમા પોલિસીની ખાતરી આપી શકો છો. તમે બેંકમાં લોન માટે પણ અરજી કરી શકો છો.
આ જ રીતે જનરલ ઈન્સ્યોરન્સની વાત કરીએ તો તે એક રીતે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે, આમાં આપણે કોઈ પણ વસ્તુનો ઈન્સ્યોરન્સ કરાવી શકીએ છીએ કારણ કે આજે કોઈ પણ વસ્તુ પર ભરોસો કરવો ઉચિત નથી, ગમે ત્યારે કોઈ પણ અકસ્માત થઈ શકે છે, આ સાધારણ ઈન્સ્યોરન્સથી આપણે આવનારી કોઇ ૫ણ સમસ્યા, દુર્ઘટનાથી થતા નુકશાન સામે રક્ષણ મેળવી શકીએ છીએ.