સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકારે સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવ્યું…પાટીદાર પરિવારમાં માતમ છવાઈ ગયો…

સુરત શહેરમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં હરી દર્શન સોસાયટીમાં રહેતા એક રત્નકલાકારે પોતાના ઘરે સુસાઇડ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રત્નકલાકારે વ્યાજખોર અને સોનીના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. મૃત્યુ પહેલા રત્નકલાકારે એક સુસાઇડ નોટ લખી હતી.
હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હરી દર્શનમાં રહેતા રત્નકલાકાર કમલેશભાઈ રાદડિયા નામના વ્યક્તિએ પોતાના ઘરે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પોલીસે કમલેશભાઈના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. તપાસ દરમિયાન પોલીસને કમલેશભાઈ રાદડિયાએ લખેલી એક સોસાયટી નોટ મળી આવી હતી. કમલેશભાઈ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, જૂનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિ પાસેથી કમલેશભાઈને પૈસા લેવાના હતા.
ત્યારે હિરેને કમલેશભાઈને વધારે પૈસા કમાવી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ કમલેશભાઈ રાદડિયા એ પોતાના સગા વાળા પાસેથી એક કરોડ રૂપિયા લઈને હિરેનને આપ્યા હતા. ત્યારબાદ હિરેન કમલેશભાઈ ને તેના રૂપિયા આપતો ન હતો અને તે પૈસાની કમાણી પણ કરાવી આપી ન હતી.
આ ઉપરાંત જૂનાગઢમાં રહેતા હિરેન નામના વ્યક્તિએ મૃત્યુ પામેલા કમલેશભાઈ રાદડિયા અને સુરતમાં રહેતા ચીમનભાઈ સોની નામના વ્યક્તિ પાસેથી સોનુ ખરીદવાનું કહ્યું હતું. સોનાના જે પૈસા થાય તે હિરેન ચૂકવી દેશે તેવું તેને કમલેશભાઈને જણાવ્યું હતું. ત્યાર પછી હિરોઈનને સોનીને પણ પૈસા ચૂકવ્યા ન હતા અને કમલેશભાઈ રાદડિયા પાસેથી થોડુક સોનું પણ તે લઈ ગયો હતો. સોનીને પૈસા ન મળતા તેમને હિરેનભાઈ ઉપર પૈસા માટે દબાણ કર્યું હતું.
વધુમાં સુસાઇડ નોટમાં કમલેશભાઈ રાદડિયાએ લખ્યું હતું કે, તેમને પોતાના દીકરાને વિદેશ ભણવા જવા માટે પોતાના બે સંબંધીઓ પાસેથી રૂપિયા વ્યાજ લીધા હતા. સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે આ લોકો પણ તેમના ઉપર પૈસા માટે દબાણ કરી રહ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.