Online Education

આ 4 વસ્તુ કિન્નરોને ભૂલેચૂકે દાનમાં ન આપતા…નહીં તો જીવન તબાહ થઈ જશે! 

Spread the love

એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

આપણે ત્યાં ધાર્મિક ગ્રંથોમાં કિન્નરોની ઉત્પતિ વિશે ઉલ્લેખ કરેલો છે. આમ તો કિન્નરોના જન્મને ક્યારેય શુભ ગણાતું નથી. પરંતુ એ વાતમાં કોઈ બેમત નથી કે ઘરમાં કોઈ પણ શુભ કાર્ય કિન્નરોની હાજરી વગર અધૂરું જ ગણાય છે. કિન્નરોને દાન કર્યા વગર કોઈ પણ માંગલિક કાર્ય પૂરું થતું નથી અને એવું પણ મનાય છે કે આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કિન્નરોને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ. 

કિન્નરોને દાન
હિન્દુ ધર્મગ્રંથો મુજબ એવી કેટલીક વસ્તુઓનો ઉલ્લેખ જોવા મળે છે કે જે ક્યારેય કિન્નરોને દાન કરવી જોઈએ નહીં. એવું મનાય છે કે જે વ્યક્તિ આવી ચીજો કોઈ કિન્નરને દાન કરે છે તેના ઘરમાંથી બરકત જતી રહે છે અને ધીરે ધીરે જીવન પાયમાલી તરફ વધે છે. 

ઝાડુ
ધાર્મિક ગ્રંથો મુજબ ઝાડુને ખુબ જ શુભ અને સ્વયં દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. પરંતુ કોઈ કિન્નરને તેનું દાન કરવું ખાસ કરીને નિષેધ છે. કિન્નરોને ઝાડુનું દાન કરવું એ દેવી લક્ષ્મીની નારાજગીનું કારણ બને છે. આથી ભૂલેચૂકે કોઈ કિન્નરને ઝાડુનું દાન કરવું જોઈએ નહીં. 

પ્લાસ્ટિકનો સામાન
એવું માનવામાં આવે છે કે કોઈ કિન્નરને તેનું દાન કરવું એ ઘરના સભ્યોની પ્રગતિમાં અડચણ પેદા કરે છે. આ સાથે જ ધન સંપત્તિ સંબંધિત મામલાઓમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પ્લાસ્ટિકને અપવિત્રની સંજ્ઞા અપાયેલી છે. 

પહેરેલા કપડાં
ક્યારેય કિન્નરને ગંદા કે પહેરેલા કપડાં દાન કરવા જોઈએ નહીં. આવું દાન આપવાથી તમારા ઘરમાં સમસ્યાઓનું આગમન થાય છે અને જીવન પરેશાનીઓથી ઘેરાય છે. જ્યારે પણ તમે કોઈ કિન્નરને કપડાં આપવા લાગો તો એ વાતનું ધ્યાન જરૂર રાખો કે તે જૂના કે ગંદા ઉપયોગમાં લેવાયેલા ન હોય. 

સરસવના તેલનું દાન
કિન્નરોને ક્યારેય તેલનું દાન કરવું જોઈએ નહીં. તેલનું દાન કરવું એ ઘરમાં દુર્ઘટનાઓ અને પરોક્ષ આફતો તરફ સંકેત આપે છે.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *