Sarkari Naukri: GPSC દ્વારા ICT class-2 ઓફિસરની ભરતી, 32 જગ્યા માટે આ લાયકાત હોય તો કરો અરજી
GPSC Recruitment 2021: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ICT ઓફિસર ક્લાસ 2, સાયન્સ અને ટેક્નોલોજી ક્લાસ-2 વગેરે પદો પર લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. આ પદ માટે અરજી કરવા ઈચ્છતા લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ gpsc.gujarat.gov.in પર અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ ( gpsc class 2 ict officer recruitment 2021 Last Date of application) 10 ડિસેમ્બર, 2021 છે.
જણાવી દઈએ કે ICT ઓફિસર ક્લાસ 2ના ખાલી પડેલા 32 પદો પર અરજી મંગાવવામાં આવી રહી છે. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે .
આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની વય 21 વર્ષથી વધુ અને 40 વર્ષથી ઓછી હોવી જોઇયે.
શૈક્ષણિક લાયકાત:
આ પદો પર અરજી કરનાર ઉમેદવારો માન્ય ઈન્સ્ટીટ્યૂટથી એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથે જ આઈટી અથવા કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈલેક્ટ્રોનિકમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
અરજી કરવા માંગતા ઉમેદવારો ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
GPSC Recruitment 2021: મહત્વની તારીખ
જગ્યા | 32 |
શૈક્ષણિક લાયકાત | માન્ય ઈન્સ્ટીટ્યૂટથી એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. સાથે જ આઈટી અથવા કોમ્પ્યૂટર સાયન્સ અથવા ઈલેક્ટ્રોનિકમાં બેચલર ડિગ્રી |
પસંદગી પ્રક્રિયા | પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા |
અરજી કરવાની ફી | 100 રૂ. |
અરજી કરવાની શરૂઆતી તારીખ | 25.11.2021 (રાત્રે 01:00 વાગ્યે શરૂ) |
અરજી કરવાની અંતિમ તારીખ | 10.12.2021 (રાત્રે 01:00 વાગ્યા સુધી) |
ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |